રાજસ્થાન ઉપચુનાવ માં બીજેપી ને મળેલી હારનો ઠીકરો બીજેપી વિધાયક એ વસુંધરા રાજે પર ફોડ્યું છે. પાર્ટીની અંદર ચાલી રહેલો કલેશ હવે ખુલ ને બહાર આવી ચુક્યો છે. બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજાની ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો કલીપ વાયરલ થઇ ચુક્યો છે.
આ ઓડિયો કલીપમાં રાજસ્થાન ઉપચુનાવ માં બીજેપીને મળેલી હાર માટે તેમને વસુંધરા રાજે ને જવાબદાર ગણાવી છે. જ્ઞાનદેવ આહુજા રાજસ્થાન અલ્વર જિલ્લામાં રામગઢના વિધાયક છે. હાલમાં જ અલ્વર, અજમેર અને મંડલગઢ જેવી સંસદીય સીટ પર બીજેપી ને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

રાજસ્થાન ઉપચુનાવ પછી ઓડિયો સામે આવ્યો
રાજસ્થાન ઉપચુનાવ પછી સામે આવ્યો ઓડિયોમાં હાર પછી પાર્ટી કાર્યકર્તા સાથે ફોન પર વાત કરતા વિધાયક જ્ઞાનદેવ આહુજા એ કહ્યું કે "જેવું કર્યું છે તેવું ભરશે, તેરી બદી કે બદલ તુજક મિલેગા".

વસુંધરા બદનામ, સરકાર બદનામ
આ ઓડિયો કલીપમાં વિધાયક એવું કહેતા સાંભળવામાં આવ્યા છે કે હું તો 40 હજારથી હાર્યો તો પણ મસ્ત છું, અસમસ્ત છું, મૌલા છું અને હરફન મૌલા છું. વસુંધરા બદનામ, સરકાર બદનામ, જસવંત બદનામ. હું નથી હાર્યો ઈલેક્શન તો સરકાર હારી છે.

ખબર હતી કે ત્રણ સીટ અમે ખરાબ રીતે હારી રહ્યા છે
જ્ઞાનદેવ આહુજા એ જણાવ્યું કે 25 તારીખની રામગઢ સભા પછી સંગઠન મહામંત્રી રામલાલને એક પત્ર લખીને મેં જણાવ્યું હતું કે ત્રણ સીટો પર આપણે ખરાબ રીતે હારી રહ્યા છે. આહુજા એ જણાવ્યું કે સંગઠન અને નેતૃત્વમાં પરિવર્તન નહીં કરો તો હજુ ખરાબ રીતે હારશુ.

વસુંધરા રાજે ને હટાવવા માટે માંગ
આહુજા એ જણાવ્યું કે કે તેમને પાર્ટી મહાસચિવ રામલાલ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ને પત્ર લખીને પ્રદેશ અધ્યક્ષ અશોક પર નામી અને વસુંધરા રાજે ને હટાવવા માટે માંગ કરી હતી.

કાર્યકર્તા એ જણાવ્યું કે વિપક્ષી ગામમાં ઘુસવા નથી દેતા
ત્યાં જ કાર્યકર્તા કહી રહ્યા છે કે હાર્યા પછી વિપક્ષી ગામમાં ઘુસવા નથી દેતા. તેમાં વિધાયકે કહ્યું કે આવી બાબતમાં વિપક્ષ અને પક્ષ શુ કરી શકે. આજ થવાનું હતું. એટલું જ નહીં પરંતુ કાર્યકર્તા પણ વસુંધરા રાજે ને હટાવવાની માંગ કરી રહ્યો છે.