અમેરિકાના ફ્લોરિડામાં હાઇ સ્કૂલમાં 19 વર્ષીય બંદૂકધારીએ જોરદાર ફાયરિંગ કરતા 17 લોકોની મોત થઇ છે. જાણકારી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિને સ્કૂલમાંથી નીકાળી દેવામાં આવ્યો હતો. જો કે ફાયરિંગ પછી પોલીસે યુવકની પકડી પાડ્યો છે. ગોળીબારી થતા જ સ્કૂલના બાળકો ચીસાચીસ પાડી ચૂક્યા હતા. અને તેમણે પોતાના પરિવારજનોને પણ ફોન કરીને જાણ કરી હતી કે તેમની સ્કૂલમાં ફાયરિંગ થયું છે. અને જે બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જાણકારી મુજબ ફાયરિંગ કરનાર યુવકનું નામ નિકોલસ ક્રૂઝ છે. જો કે પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો ત્યાં સુધીમાં 17 લોકોની મોત થઇ ગઇ હતી અને 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ ઘટના પાર્કલેન્ડના માર્જરી સ્ટોનમેન ડગ્લસ સ્કૂલમાં થઇ છે. જે મિયામી શહેરથી 80 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. આ પહેલા પણ અનેક વાર અમેરિકામાં વિદ્યાર્થીઓ દ્વારા શાળા પર હુમલા કરવામાં આવ્યા છે. અને ફરી એક વાર આવી જ એક ઘટના બની છે જે ચોંકવનારી અને દુખદાયક છે. સાથે જ આ ઘટના પછી હથિયારોને લાઇસન્સ આપવા મામલે પણ જે જૂનો વિવાદ ચાલી રહ્યો છે તે ફરી ઉભરી આવ્યો છે.
જો કે હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મરનાર લોકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. અને કહ્યું હતું કે મારી પ્રાર્થના અને સહાનુભૂતિ મરનાર લોકોના પરિજનોની સાથે છે. તેમણે કહ્યું કે અમેરિકાનું કોઇ પણ બાળક શિક્ષણ કે પછી અન્ય કોઇ કારણથી અમેરિકાની સ્કૂલમાં અસુરક્ષિત ના અનુભવવું જોઇએ. આ ઘટના પછી ગન કંટ્રોલને લઇને ચળવળ ચલાવી રહેલા એનજીઓએ કહ્યું કે જાન્યુઆરી 2013થી લઇને હજી સુધી શાળામાં ગોળીબારીને લઇને 283 ઘટનાઓ થઇ છે. અને હાલ આવી ઘટનાઓ વધી રહી છે જે ચિંતાજનક છે