પંજાબ નેશનલ બેંકના કૌભાંડ અને 280 કરોડના કૌભાંડ, આ બે કેસમાં જેવું નામ બોલાય છે તેવા જાણીતા જ્વેલરી ડિઝાઇન નિરવ મોદી, તેની પર કોઇ કાનૂની ફરિયાદ નોંધાય તે પહેલા જ દેશ છોડીને જતો રહ્યો છે તેવી જાણકારી મળી છે. નેટવર્ક 18ની ખબર માનીએ તો નિરવ મોદીએ ભારતને છોડી દીધું છે અને તે હાલ સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. નેટવર્ક 18ને આ ખબર ઇડીના સુત્રોથી મળી છે. ત્યારે વિજય માલિયા, લલિત મોદી જેવા અન્ય જાણીતા બિઝનેસમેનની જેમ જ નિરવ મોદીએ પણ ફરિયાદ નોંધાય તે પહેલા જ દેશ છોડી સલામત સ્થળે જતા રહ્યા છે, તેમ જાણવા મળ્યું છે.
સુત્રોનું માનીએ તો 1 જાન્યુઆરી જ નિરવ મોદી દેશ છોડીને જતા રહ્યા હતા. જ્યારે સીબીઆઇથી પીએનબીએ આ અંગે 29 જાન્યુઆરીએ ફરિયાદ નોંધવાની વાત કરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે નિરવ મોદી સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. એજન્સી મુજબ નિરવ મોદીની પત્ની અમી મોદી જે અમેરિકાની નાગરિક છે તેમણે પણ 6 જાન્યુઆરી 2018ના રોજ ભારત છોડી દીધી છે. ત્યાં જ મેહુલ ચૌકસીએ 4 જાન્યુઆરી 2018માં ભારત છોડ્યું હતું. અને નિરવના ભાઇ નિશલ મોદી જે બેલ્જિયમના નાગરિક છે તેમણે 1 જાન્યુઆરી 2018ના રોજ ભારત છોડ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ ઇડી દ્વારા સુરત સમેત નિરવ મોદીની મુંબઇ અને દિલ્હી ખાતેની ઓફિસમાં રેડ પાડવામાં આવી છે. અને તપાસ હેઠળ દસ્તાવેજો અને રેકોર્ડ ભેગા કરવામાં આવ્યા છે. પણ સુત્રોનું માનીએ તો 30 જાન્યુઆરીએ પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ફરિયાદ લગાવે તે પહેલા જ તે દેશ છોડીને જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિરવ મહેતા દ્વારા બેંકને 6 મહિનામાં પૈસા પાછા આપવાની વાત પણ કરવામાં આવી હતી. પણ પંજાબ નેશનલ બેંકના એમડીએ આ મામલે જણાવ્યું હતું કે તેમની જોડે પૈસા પરત કરવાનો કોઇ ઠોસ પ્લાન ન હોવાના કારણે અમે તેમને આ મામલે વધુ સમય નથી આપ્યો.