સોહરાબુદ્દીન શેખ કેસ પર અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. આ દશક પછી પણ આ મામલે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. ઉલ્લેખનીય છે કે અમિત શાહ સમેત ગુજરાતના ઉચ્ચ સ્તરના પોલીસ અધિકારીઓના નામ આ કેસમાં અટવાયેલા છે. આ કેસમાં ચાર જમાનત અરજીઓ પર સુનવણી કરનાર બોમ્બે હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભય એમ થિસ્સેવે તેમના નિવૃત્ત વખતે એક ઇન્ટરવ્યૂમાં એક ચોંકવનારી વાત કહી હતી. નિવૃત્તિના એક વર્ષ પછી એક અંગ્રેજી છાપાના ઇન્ટરવ્યૂમાં જસ્ટિસ લોયાની મોત પછી આ મોતને જજે "સંદિગ્ધ" અને "સામાન્ય કરતા અલગ" જણાવી હતી. પૂર્વ ન્યાયાધીશ અભય એસ થિસ્સેવે પોતાના કાર્યકાળ દરમિયાન ડીજી વણઝારા, ડીઆઇજીના પૂર્વ ડીઆઇજી અને ગુજરાતના આંતકવાદ વિરોધી દળના પૂર્વ ડીઆઇએસપી એમ પરમાર, ડૉ. નરેન્દ્ર અમીન, બી આર ચૌબેની જમાનત અરજી પર સુનવણી કરી હતી.
અંગ્રેજી છાપાના ઇન્ટરવ્યૂમાં જસ્ટિસ અભયે કહ્યું કે જસ્ટિસ લોયાની મોત મામલે ધણું સાંભળીને મેં આદેશોને તપાસવાનું શરૂ કર્યું હતું. ત્યારે મેં એક ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ વાંચી. તેવી અનેક અપ્રાકૃતિક વસ્તુઓ છે જેણે મેં હવે દેખી તો આદેશ મામલે વિચારવાનું શરૂ કર્યું. જ્યારે તેમને સીબીઆઇ જજ લોયાની મૃત્યુ વિવાદ પર પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મૃત્યુ પર હું કોઇ ટિપ્પણી નથી કરવા માંગતો. પણ તે ચોક્કસથી કહીશ કે તે અપ્રાકૃતિક હતો.જ્યારે કોઇની નિયુક્તી કરવામાં આવે છે તો તેની તરત બદલી નથી થતી. પણ આ કેસમાં આવું થયું જે અસામાન્ય વાત છે. લોયોથી પહેલા નિયુક્ત કરેલા જજ અટપ્ટની બદલી કરવામાં આવી. પણ સામાન્ય રીતે ત્રણ વર્ષ પહેલા બદલી નથી કરવામાં આવતી. આવું અસાધારણ પરિસ્થિતિમાં જ થાય છે. તો શું આ માટે તમે સુપ્રીમ કોર્ટથી અનુમતી લીધી હતી? જ્યારે સત્ર ન્યાયાધીશ લેવામાં આવે ચે ત્યારે તેને આશ્વાસન આપવામાં આવે છે કે ત્રણ સાલ વર્ષ માટે તેની બદલી નહીં કરવામાં આવે છે.
ત્યારે તેમણે આ મામલે સવાલ કર્યો કે શું બદલી વખતે સુપ્રીમ કોર્ટેને સૂચિત કરવામાં આવ્યું હતું. વધુમાં આટલા સમય પછી સોહરાબુદ્દીન શેખ કેસ મામલે બોલવા પર જસ્ટિસે જણાવ્યું કે મેં આ કેસને નજીકથી જાણ્યો છે. આ કેસના અનેક તથ્યો વિષે મને ખબર છે. જે આ કેસના આરોપીઓની જમાનત અરજીની સુનવણી પણ કરી છે. સાથેવ જ તેમણેક કહ્યું કે હું મારા આદેશમાં વણઝારાને જમાનત આપવાના પક્ષમાં નહતો. પણ મારે જમાનત આપવી પડી કારણ કે સુપ્રીમ કોર્ટે બીજા આરોપી રાજકુમાર અને ચૌબેને જમાનત આપી હતી. જો કે મેં મારા આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે વણઝારા વિરુદ્ધ પ્રાઇમફેસીનો મામલો હતો અને તે એક મોટો અપરાધ છે. પણ સુપ્રીમ કોર્ટે તે વાત પર ધ્યાન ના આપતા તેને જમાનત આપી દીધી. આ આધારોના કારણે જ મારે પણ વણઝારાને જમીન આપવા પડ્યા.