એનઆરઆઈ દુલ્હા જેઓ લગ્ન કરી લે છે પરંતુ પોતાની પત્નીને ભારતમાં મૂકીને જતા રહે છે. તેવા લોકો માટે સરકાર હવે કડક પગલાં ભરી રહી છે. સરકાર આ કેસને હવે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર માં બદલવા માટે તૈયારી કરી રહી છે.
નવા નિયમ મુજબ પત્નીને ભારતમાં મૂકીને ભાગી જવાવાળા પતિ અને કોર્ટ ઘ્વારા ત્રણ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહીં થવા પર તેવા પતિને ભગોડો જાહેર કરી દેવામાં આવશે. એટલું જ નહીં પરંતુ તેની અને તેના પરિવારની દેશભરની સંપત્તિ પણ સીઝ કરી દેવામાં આવશે.
વિદેશ મંત્રાલય ઘ્વારા એનઆરઆઈ દુલ્હા પર સકંજો કસવા માટે કાયદામાં બદલાવ માટે કાયદા મંત્રાલયને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસમંત્રી મેનકા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવું ઘણી વખત જોવા મળ્યું છે કે વિદેશમાં ગયેલા પતિ ત્યાં જ સેટલ થઇ ગયા અને પત્નીને અહીં જ મૂકી ગયા.
તેમને આગળ જણાવ્યું કે તેમના પર પત્નીને છોડી મુકવાનો આરોપ લાગે છે અને જેને લઈને કોર્ટ ઘ્વારા નોટિસ મોકલવા છતાં પણ તેઓ હાજર થતા નથી. પરંતુ હવે આવું કરવા પર તેમને ભગોડો જાહેર કરી દેવામાં આવશે અને વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર ભાગી ગયેલાની લિસ્ટમાં તેમનું નામ જોડી દેવામાં આવશે.
હાલમાં જ બહાર આવેલી એક રિપોર્ટ અનુસાર દર 8 કલાકમાં એક મહિલા આવા શોષણનો શિકાર બને છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે જાન્યુઆરી 2015 થી લઈને નવેમ્બર 2017 દરમિયાન વિદેશ મંત્રાલયમાં આ પ્રકારની 3328 ફરિયાદ નોંધવામાં આવી છે.