જમ્મુ કાશ્મીરમાં ડીજીપી એસપી વૈદ્યએ કહ્યું કે સુંજવાન આતંકી હુમલા પાછળ 100 ટકા પાકિસ્તાનનો હાથ છે. વૈદ્યએ કહ્યું કે આ હુમલા પાછળ 2001માં સંસદમાં થયેલા આતંકી હુમલામાં અફઝલ ગુરુને ફાંસી પછીની પાંચમી વરસી જવાબદાર છે. અફઝલ ગુરુએ 9 ફેબ્રુઆરી 2013માં તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ 9 થી 11 ફેબ્રુઆરીની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો કરવા માટે એલર્ટ પણ કર્યું હતું. 11 ફેબ્રુઆરીમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંડના ફાઉન્ડર મકબૂલ ભટને 1984માં તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે આ આતંકી હુમલાની પળે પળની જાણકારી ગૃહમંત્રીને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે જૈશ એ મોહમ્મદના આતંકીઓએ સુંજવાન આર્મી રહેણાંક કેમ્પ પર હુમલો કર્યો હતો. જે હાઇવે 1 પર આવેલો છે. આ હુમલામાં કુલ 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક કર્નલ અને એક બાળકી પણ સામેલ છે. સેનાએ આ હુમલામાં ત્રણ આતંકીઓને મારી નાંખ્યા છે. અને કેમ્પના 150 ઘરોને ખાલી કરવામાં આવ્યા છે. સાથે જ હાલ અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી જો કોઇ છુપાયેલો આંતકી હોય તો તેની પણ શોધ ચલાવી શકાય.