જમ્મુ કાશ્મીરના સુંજુઆન આર્મી કેમ્પ પર આંતકીઓએ હુમલો કરી દીધો છે. આ ઘટનામાં હાલ બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં આંતકી હુમલાએ એક જવાનની દિકરી પણ ઇજાગ્રસ્ત થઇ છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ આત્મધાતી હુમલો વહેલી સવારે 5 વાગે થયો છે. શરૂઆતી જાણકારી મુજબ 3-4 આંતકીઓ કેમ્પની જાળી કાપીને તેની અંદર ધૂસી ગયા હતા. તે પછી આંતકીઓએ ગોળીબારી કરવાની શરૂઆત કરી હતી. અને આંતકીઓને આ હુમલામાં ક્વિક રિએક્શન ટીમે વળતો હુમલો કર્યો હતો. તાજા ખબરો મુજબ આ આંતકીઓ સેનાના રહેણાંક વિસ્તારમાં આવી ફાયરિંગ શરૂ કર્યું હતું. આધિકારિક સુત્રોથી જાણકારી મળી છે કે આ મામલે હાલ બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
જમ્મુ કાશ્મીરના સુંજુઆન આર્મીકેમ્પમાં હાલ પણ જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જવાનો આતંકીઓનો ખાતમો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં કેમ્પની 500 મીટર અંતર્ગત આવતા વિસ્તારને પણ અન્ય સ્થળે વધુ સેનાબળ બોલાવીને કોર્ડન કરવામાં આવ્યું છે. સાથે જ કેમ્પની પાસે આવેલી શાળાને પણ ખાલી કરાવવામાં આવી છે. જેથી કરીને પાછળથી કોઇ અનઇચ્છનીય બનાવ ના થાય. હાલ તો સેના દ્વારા આ તાર તોડીને આવી ચઢેલા આતંકીઓનો ખાતમો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.