સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની વાળી બેંચમાં પાછલી સુનવણીમાં તે વાત સાફ કરવામાં આવી છે કે આ નિર્ણયને હવે ટાળવામાં નહીં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારની તરફથી દિગ્ગજ કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલે પહેલા જણાવ્યું હતું કે કોર્ટે અકારણ જ આ મામલાની જલ્દીથી સુનવણી કરવા માંગે છે. તેમણે કોર્ટથી કહ્યું કે આ મામલે સુનવણી જુલાઇ 2019 પછી એટલે કે લોકસભાની ચૂંટણી પછી જ થવી જોઇએ. ગત સુનવણીમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ સાધારણ વિવાદ નથી અને આ મામલે સુનવણીથી દેશની રાજનીતિના ભવિષ્ય પર મોટી અસર થશે. સિબ્બલ અને અન્ય વકીલો તથા મુસ્લિમ સંગઠનો તરફથી આ મામલે સંવૈધાનિક બેંચને રેફર કરવાની વાત પણ કરવામાં આવી હતી. જો કે બીજી તરફ રામ લલા ટ્રસ્ટ તરફથી દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વે અને સીએશ વૈદ્યનાથને કોર્ટને આ અંગે જલ્દી જ નિર્ણય જાહેર કરવાની માંગ કરી હતી.
નોંધનીય છે કે રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી વકીલ સાલ્વેએ કહ્યું હતું કે ગત 7 વર્ષોથી આ મામલો ટાળવામાં આવી રહ્યો છે. કોઇને ખબર નથી કે આ મામલાનો નિર્ણય શું છે. તે જોતા આ મામલે સુનવણી થવી જોઇએ. વધુમાં ઉત્તર પ્રદેશ સરકારની તરફથી કોર્ટમાં રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે તમામ દસ્તાવેજ રજૂ કરી દેવામાં આવ્યા છે. આ મામલે જલ્દી જ સુનવણી થવી જોઇએ. 11 જુલાઇની સુનવણી દરમિયાન મહેતાઓ કહ્યું કે આ સુનવણીની તારીખ જલ્દી જ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે 21 જુલાઇ 2017ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઇને ભાજપ નેતા સુબ્રહ્મણ સ્વામીએ જલ્દી સુનવણીની અપીલ કરી હતી. આ સમયે ચીફ જસ્ટિસની બેંચ કહ્યું કે આ મામલે જલ્દી જ સુનવણી મામલે નિર્ણય લેવામાં આવશે. જે પછી 7 ઓગસ્ટની સ્પેશ્યલ બેંચનું ગઠન કર્યું છે. આ બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીર સુનવણી કરશે.